Stud Sports Mela and rojgarmela
ડૉ.નિતીન સુમંત શાહ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ ના ચેરમેન દ્વારા જેજેસીટીના મેન્ટલ હેલ્થ ક્લીનીક એન્ડ થેરાપી સેન્ટર અને સ્કીલ ડેવલપમેન્ટ વિભાગને સપોર્ટ કરવામાં આવેલ છે .ડૉ.નિતીન સુંમંત શાહ જેજેસીટી સંસ્થાના પ્રેસિડેન્ટ પદ પર પણ કાર્યરત છે .તેમના દ્વારા જેજેસીટી સંસ્થાના દરેક કાર્યક્રમમાં અચૂકથી હાજરી આપવામાં આવે છે.
જેજેસીટી દ્વારા વિશ્વ માનસિક ક્ષતિદિનની ઉજવણી ના ભાગરૂપે ‘સ્ટડ-પરંરાગત રમતોનો રમતોત્સવ અને રોજગાર મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મનોદિવ્યાંગ બાળકોને વિસરાતી જતી રમતો રમાડવામાં આવશે.આ કાર્યક્રમમાં ડૉ.નિતીન સુમંત શાહ તેમજ શ્રીમતી પ્રતિક્ષા નિતીન શાહ દ્વારા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી મનોદિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ કાર્યક્રમનું આયોજન 11 ડિસે.2022,રવિવારના રોજ સ્કાઉટ ભવન ખાતે કરવામાં આવ્યું છે.
આવતી કાલે જેજેસીટી ખાતે વિશ્વ માનસિક ક્ષતિ દિન નિમિત્તે પરંપરાગત રમોત્સવ યોજી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.જ્યાં મુખ્ય મહેમાન તરીકે બાળકોનું મનોબળ વધારવા હાજર રહીશ.