Navjivan Trust Annual Function - 05/03/2023
હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન ડૉ.નિતિન સુમંત શાહ દ્વારા નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ દ્વારા તા.5/3/23 ને રવિવાર નાં રોજ આયોજીત એન્યુઅલ ફંકશન તેમજ ચેરિટી શો માટે સહાય કરવામાં આવી હતી . આ કાર્યક્રમમાં સંસ્થા ના મનોદિવ્યાગ વિદ્યાર્થીઓએ રામ કથા આધારિત પ્રસંગો-રામ વનવાસ, સીતા વનવાસ, હનુમાન મિલન,લંકા દહન,લવ-કુશમિલન,સંજીવની પર્વત, જેવા પ્રસંગો ની ડાન્સ માધ્યમ થી રજુઆત કરી હતી.તેમજ ગાયક Bankim Pathak દ્વારા એક યાદ રફી કે બાદ કાર્યક્રમમાં મહોમ્મદ રફીના ગીતો ગાઈને મનોદિવ્યાંગ બાળકોનું મનોરંજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં થાઇલેન્ડ ડાન્સ ટુરમાં ભાગ લઇને આવેલ બાળકોનું હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈનસ્ટીટ્યુટ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.