જેજેસીટી સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે એક વિશિષ્ટ પોપકોર્ન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેજેસીટી સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે એક વિશિષ્ટ પોપકોર્ન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનોદિવ્યાંગ બાળકો માટે એક મુવી સ્ક્રિનિંગ ના કાર્યક્રમનું આયેજન કરવામાં આવ્યું હતુ . હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સટીટ્યૂટના ચેરમેન ડૉ.નિતીન સુમંત શાહ દ્વારા આ કાર્યક્રમને સ્પોન્સર કરવામાં આવ્યો હતો.
જેજેસીટીના મેનેજીંગ ટ્રસ્ટી યશેશ ભાઇ શાહ અને ચાઇલ્ડ સાયકોલોજીના જાણકાર ડૉ.બેલા દેસાઇ દ્વારા વિશિષ્ટ ફિલ્મ બનાવવામાં આવી હતી.મનોદિવ્યાંગ બાળકોનો માનસિક વિકાસ થાય તેઓ ઝડપથી શીખી અને,સરળતાથી સમજી શકે અને મઝા સાથે રમતાં રમતાં ભણી તે ઉદ્દેશથી મોરલ સ્ટોરી,રાઇમ,મ્યુઝિક ,ડાંસ આર્ટ ઉપયોગ કરીને દોઢ કલાકનું મુવી બનાવવામાં આવ્યું હતું .આ મુવીનું સ્ક્રિનીંગ 29 એપ્રિલ 2023 ના રોજ રાખવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ મુખ્ય અતિથિ જેજેસીટી ટ્રસ્ટી/પ્રેસિડેન્ટ ડૉ.નિતીન સુમંત શાહ દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું