ટાઈપ 1 ડાયાબિટીસ વિશે જાગૃતિ કાર્યક્રમ – DIACON 2024

ટાઈપ 1 ડાયાબિટીસ વિશે જાગૃતિ કાર્યક્રમ – DIACON 2024


હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ના ચેરમેન ડૉ. નિતિન સુમંત શાહ અને શ્રીમતી પ્રતિક્ષા નિતિન શાહ ટ્રસ્ટી શ્રી દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ના જે.બી.ઓડિટોરિયમ ખાતે યોજાયેલ DIACON 2024 કાર્યક્રમમાં ટાઈપ 1 ડાયાબિટીસ વિષયે જાગૃતિ માટે નો પ્રોગ્રામ 29/09/2024 ને રવિવારના રોજ રાખવામાં આવેલ અને તેમાં કુલ 300 બાળકો અને કિશોરો ભાગ લીધો હતો.

 

આવો કાર્યક્રમ પહેલી વાર યોજવામાં આવ્યો હતો અને તને સફળ બનાવવા માટે ડૉ.નિતિન સુમંત શાહ ચેરમેન હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના અમૂલ્ય યોગદાન દ્વારા 300 બાળકો અને કિશોરોને ઇન્સુલિન, ગ્લૂકોમીટર, નીડલ્સ, સ્ટ્રીપ્સ અને લેન્સેટ જેવી આવશ્યક દવાઓ અને ઉપકરણો ની વિના મૂલ્યે ભેટ આપવામાં આવી હતી. તે આ બાળકો ના આરોગ્ય માટે અત્યંત જરૂરી હતી. આ બાળકો અને કિશોરો ના જીવનને વધુ સુખમય બનાવવાનો પ્રયાસ માટે આ વિષય ના જાણકાર ડોકટરો દ્વારા જરૂરી માહિતી અને પુસ્તિકા સાથે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતું.