દેહગામના ખાનપુર ગામે 4900 વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું

ગાંધીનગરના દેહગામના ખાનપુરગામે એકલ દોકલ માણસો સાથે નહીં પણ આખા ગામ સાથે ભેગા મળી હ્રદયથી શ્વાસ વાવ્યા.

હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ ના ચેરમેન ડો. નિતીન સુમંત શાહ ના સહયોગ થી 4900 વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યુ અને આ કાર્યમાં  ખાનપુર નિવાસીઓએ અને ગ્રામજનો પણ ભાગીદારી નોંધાવી. 

આ કાર્ય માં સાથ અને સહકાર આપનાર ધારાસભ્ય શ્રી બલરાજસિંહજી, કલેક્ટર શ્રી મેહુલ દવે, પ્રાંત કલેક્ટર શ્રી, આદરણીય ભગવાનદાસ પંચાલ, વન વિભાગના અધિકારીઓ,  હીતેન્દ્રભાઈ પટેલ, સરપંચ શ્રી, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી, મિત્તલબેન પટેલ તેમજ VSSM સ્ટાફ અને સમગ્ર ગ્રામજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા. આપ સર્વેના અમે આભારી છીએ..